દેશ-વિદેશ
News of Thursday, 14th December 2017

કામ અને અંગત જિંદગીને મિકસ કરવાથી થાક ને સ્ટ્રેસ વધુ લાગે છે

નવી દિલ્હી તા. ૧૪ :.. ઓફીસમાં કામ કરતી વખતે અંગત જિંદગીની ચિંતાઓ અને ઘરે પરિવાર સાથેની પળોમાં પ્રોફેશનલ જિંદગીની ચિંતાઓની ભેળસેળ થવા લાગે ત્યારે વ્યકિત વધુ થાક અને સ્ટ્રેસ અનુભવે છે એવું સ્વિટઝરલેન્ડની યુનિવર્સિટી ઓફ ઝયુરિકના નિષ્ણાતોનું કહેવું છે, સાઇકોલોજી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો અંગત જિંદગી જીવતી વખતે કામના વિચારો અને ચિંતાઓ સાથે લઇને ફરે છે તેઓ મોટા ભાગે થાકેલા, સુસ્ત અને ફિઝીકલી વધુ નબળાઇ ફીલ કરે છે. આ અભ્યાસમાં ભાગ લેનારા લોકોની એવરેજ ઉમર ૪ર.૩ વર્ષ હતી અને એમાંથી ૭૦.૩ ટકા લોકો મેરિડ હતાં. અડધો અડધ પાર્ટીસીપન્ટસ વીકમાં ૪૦ કલાકથી વધુ કામ કરતા હતાં. આ તમામ પાર્ટીસીપન્ટસને જ પુછવામાં આવ્યું હતું કે તેઓ અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચેની ભેદરેખાને કેટલી સારી રીતે જુદી પાડી શકે છે. આ ભેદરેખા જુદી પાડી શકનારા લોકો પોતાના અંગત શોખ, સ્પોર્ટસ કે પરિવાર સાથે સમય ગાળવાની બાબતમાં સંતુષ્ટ ફીલ કરતા હતાં. અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતું કે જે કર્મચારીઓ પોતાના કામ અને વ્યવસાયને અલગ નથી. તારવી શકતા તેઓ પોતાને મોટા ભાગે સ્ટ્રેસમય અને થાકેલા મહેસૂસ કરે છે.

(10:00 am IST)