દેશ-વિદેશ
News of Thursday, 14th November 2019

જર્મની,ફ્રાંસ અને બ્રિટેને ઉત્તર કોરિયાની મિસાઈલ પરીક્ષણો પર ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: જર્મની,ફ્રાંસ અને બ્રિટેને ઉત્તર કોરિયાના સતત બૈલિસ્ટિક મિસાઈલ પરીક્ષા પર ખુબજ ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટેનના સ્થાયી પ્રતિનિધિ ક્રિસ્ટોફ હેગેને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જર્મની,ફ્રાંસ અને બ્રિટેને ઉત્તર કોરિયા દ્વારા સતત બૈલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવા પર ખુબજ ચિંતા વ્યક્ત કરી છે. તેમને વધુમાં જણાવ્યું છે કે આ ત્રણે દેશોએ ઉત્તર કોરિયાના પરીક્ષણોની ખુબજ નિંદા કરી છે.

(6:28 pm IST)