દેશ-વિદેશ
News of Thursday, 14th November 2019

અફઘાનિસ્તાનમાં કારમાં બેઠેલા સુસાઇડ બોમ્બરે પોતાની જાતને ઉડાવી દેતાં મોટરનો ફૂરચો : ૭ મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભીડ વાળા વિસ્તારમાં એક નાની વાનમાં વિસ્ફોટ થયો. જેના કારણે ચાર વિદેશી નાગરિકો સહિત સાત લોકોના મોત નીપજયા અને ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારમાં બેઠેલાં સૂસાઈડ બોમ્બરે વિસ્ફોટ કરેલ.

આંતરિક મંત્રાલય પ્રવકતા નસરત રહીમીએ કહ્યુ કે બોમ્બનું લક્ષ્ય એક કેનેડાની સુરક્ષા કંપની ગાર્ડાવર્લ્ડનુ વાહન હતુ.

(3:27 pm IST)