દેશ-વિદેશ
News of Wednesday, 14th November 2018

જાણો પાણીપુરી ખાવાથી થતા ફાયદા

તમે ઘણા લોકોના મોઢે એ વાત સાંભળી હશે કે વધારે પાણીપુરી ખાવાથી શરીરને નુકશાન થાય છે. પરંતુ, આજે જાણો પાણીપુરીની ખાસિયતો વિશે. પાણીપુરી તમારા સ્‍વાદ વધારવાની સાથે શરીરનું વજન ઓછુ કરવામાં પણ ફાયદાકારક છે.

પાણીપુરી ખાવાના ફાયદા

જ્જ પાણીપુરીના પાણીમાં જીરૂ પાવડર, શંચળ, મરી પાવડર, વગેરે મસાલા નાખવામાં આવે છે. જે સ્‍વાદિષ્‍ટ હોવાની સાથે તમારા હાજમાને પણ યોગ્‍ય બનાવી રાખે છે.

જ્જ તેનાથી એસીડીટીની સમસ્‍યાથી છુટકારો મળે છે.

જ્જ જે લોકો મોટાપાના કારણે સ્‍ટ્રીટ ફુડનું સેવન નથી કરી શકતા, તેના માટે પાણીપુરી ફાયદાકારક છે.

જ્જ આ ઉપરાંત પાણીપુરી તીખી હોવાની સાથે ખાટી-મીઠી હોવાથી મોઢામાં પડેલ ચાંદામાં રાહત આપે છે. તીખાશ પેટ સાફ કરવાની સાથે ચાંદાનું પાણી બહાર કાઢે છે તેથી ચાંદા સૂકાઇ જાય છે.

જ્જ ઉનાળામાં જ્‍યારે પણ તમારૂ ગળુ શુકાય, તો લોટના બનાવેલા ગોલગપ્‍પા ખાઈ લો.

(12:15 pm IST)