દેશ-વિદેશ
News of Wednesday, 14th November 2018

લગ્ન માટેના વષાોની પસંદગી કરો આવી રીતે

શું આવનારી સીઝનમાં તમારા લગ્ન થવાના છે? અને તેની તૈયારી રૂપે તમે બજારમાં લગ્ન માટેના વષાોની ખરીદવા જઈ રહ્યા છો? તો તેના માટે અમુક વાતોનું ખાસ ધ્‍યાન રાખવુ જોઈએ. જેથી તમે પરફેક્‍ટ લગ્ન માટેની ચોલી ખરીદી શકો.

હાલ લાલ રંગની ચણીયાચોળીનો ટ્રેન્‍ડ ચાલી રહ્યો છે. દુલ્‍હન લગ્નના દિવસે પાનેતર અને ઘરચોળાની બદલે લાલ રંગની ચણીયાચોળી પહેરે છે. હવે બદલછાતા આ સમયમાં લગ્નના દિવસે પાનેતર પહેરવુ કે ચણીયા ચોળી એ નક્કિ કરવુ અઘરૂ છે. વળી, ચણીયાચોળીમાં પણ અવનવી ડીઝાઈન જોવા મળે છે.

તમારી ઉંચાઈ, વજન અને રંગનું ધ્‍યાન રાખીને ચોલીની ડીઝાઈન પસંદ કરવી જોઈએ. એવુ જરૂરી નથી કે ચોલી દેખીતા સારી લાગતી હોય તો પહેરવાથી પણ એટલી જ સારી લાગશે. તેથી તમારા પર જે શુટ થાય, તેવી ચોલીની પસંદગી કરો.

જે છોકરીઓની હાઈટ લાંબી હોય છે અને વજન ઓછો હોય છે, તેને હંમેશા ઘેરવાળી ચોલી પહેરવી જોઈએ. તેનાથી તમારી હાઈટ વધુ નહિં દેખાય.

આ ઉપરાંત જો કોઈની હાઈટ ઓછી છે અને વજન વધારે છે, તો તેને ઝીણી ડીઝાઈનવાળા ચોલી પહેરવા જોઈએ.

જો તમારી હાઈટ અને હેલ્‍થ બંને સારા છે, તો ફિટીંગવાળા ચોલી પહેરો. તેનાથી તમારો મોટાપો દેખાશે નહિં અને તમે પાતળા લાગશો.

જો તમારો રંગ ઘઉંવર્ણ છે, તો રૂબી, લાલ, નેવી બ્‍લુ, કેસરી, રસ્‍ટ અને રોયલ બ્‍લુ જેવા રંગોની પસંદગી કરો.

(12:14 pm IST)