દેશ-વિદેશ
News of Thursday, 14th October 2021

હે ભગવાન....માતાના ગળામાં સાયકલનું લોક લગાવીને ભૂલી ગયો આ શખ્સ

નવી દિલ્હી: બાળકો નાદાની અને માસૂમિયતમાં અમુક વાર એવી મસ્તી કે ભૂલ કરી બેસે છે જે અન્ય વ્યક્તિને ભારે પડી શકે છે. હાલમાં ચીનમાં (China) એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 4 વર્ષના બાળકે મસ્તી મસ્તીમાં પોતાની માતા માટે મોટી સમસ્યા ઉભી કરી દીધી. એટલી મોટી મુસિબત કે પોલીસને રેસ્ક્યુ કરવા માટે બોલાવવી પડી.

ચીનમાં એક બાળકે રમત રમતમાં પોતાની માતાના ગળામાં સાઇકલનો લોક લગાવી દીધો. તેણે પોતાની સાઇકલમાંથી આ યૂ શેપનો લોક કાઢીને પોતાની માતાના ગળામાં લગાવ્યા બાદ તે લોકની કોમ્બિનેશન કી ભૂલી (Child Forgets Lock Combination) ગયો. કામમાં વ્યસ્ત માતાને અંદાજો પણ ન હતો કે તેનો બાળક તેના ગળામાં લોક લગાવી રહ્યો છે. જાણ થયા બાદ માતાએ પણ પહેલા આ વાત મજાકમાં લીધી કારણ કે તેને લોકનો કોડ ખબર હતી. જ્યારે આ મહિલાએ લોક ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના હોંશ ઉડી ગયા કારણ કે તેના છોકરાએ લોકનું કોમ્બિનેશન જ બદલી નાખ્યુ હતુ.

(6:15 pm IST)