દેશ-વિદેશ
News of Sunday, 14th October 2018

'અમારી સરકાર અન્ય દેશના યોગ્ય અને કુશળ લોકોનું સ્વાગત કરે છે: : ડોનાલ્ડ ટ્રમ્પ

વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે યોગ્ય અને મદદ કરી સકે એવા જ લોકો યુએસમાં પ્રવેશ કરે અને લોકો ગૈરકાયદેસર રીતે દેશની સીમામાં ઘૂસણખોરી ન કરે.

તમને બતાવી દઇએ કે શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધિત કર્યા હતા અને નિવેદનમાં કહ્યું હતું કે,'હું બોર્ડર પર ખુબજ સખત છું અને અમારી સરકાર પર સીમા પર ખુજબ સખત છે.લોકો અમારા દેશમાં કાય કાયદેસર આવે ન કે ગૈસકાયદેસર રીતે. હું તેમને મેરિટના આધારે લાવવા માંગુ છું.'

ગેરકાયદે ઇમિગ્રેશનના પ્રશ્નોના જવાબમાં, રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'લોકો દેશમાં યોગ્યતાના આધારે આવે.' જોકે ડ્રમ્પના આ પગલાથી ભારત જેવા દેશોથી તકનીકી વ્યાવસાયિકો મદદ મેળવી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે,'હું ઇચ્છું છુ કે યોગ્યતાના આધારે અને મદદ કરી શકે એવી લોકો દેશમાં આવે જેથી દેશની પ્રગત્તિને વેગ મળી શકે.હાલ અમેરિકામાં કેટલીક શ્રેષ્ઠ કાર કંપનીઓ પ્રવેશ કરી રહી છે. ફોક્સવેગન જેવી કંપનીઓ છે, જે વિસ્કોન્સિનમાં એક વિશાળ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.'

ઉપરાંત ટ્રમ્પે કહ્યું કે,'અમારી સરકાર અન્ય દેશના યોગ્ય અને કુશળ લોકોનું સ્વાગત કરે છે.અમે એવા લોકો માંગીએ છીએ કે જે આવીને દેશની પ્રગૃત્તિમાં મદદ કરી શકે.જે ખુબજ મહત્વનું છે.'

આ સાથે ટ્રમ્પે ચેન ઇમિગ્રેશન પોલિસીનો પણ વિરોધ કર્યો હતો અને કહ્યું કે,'ચેન ઇમિગ્રેશન યોગ્ય પોલિસી નથી.તેમાં કેટલીક ખામીઓ છે.અમે નથી ઇચ્છતા કે દેશમાં ગુનેગારો અને એવા લોકો પ્રવેશ કરે જે દેશના વિકાસમાં મદદરૂપ ન થઈ શકે.' ઉપરાંત ટ્રમ્પે અમેરિકાને હોટેસ્ટ દેશ પણ કહ્યું હતું.જ્યાં અન્ય દેશના કેટલાક લોકો આવવા માંગે છે.

 

(1:47 pm IST)