દેશ-વિદેશ
News of Saturday, 14th September 2019

આંખો નીચેના DarkCircles દૂર કરવાના ઘરેલુ ઉપાય

જો તમે વધુ પડતા ઉજાગરા કરીને કે કમ્પ્યુટર સામે કાર્ય કરવાથી તમારી આંખો નીચે કાળા કુંડાળા બની ગયા હોય તો  આ ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

૧ . મધ અને બદામ તેલ  :

 ચમચી મધમાં ૧ ચમચી બદામનું તેલ મિકસ કરો અને આ મિશ્રણને ડાર્ક સર્કલ પર લગાવીને સૂઈ જાઓ. સવારે ઉઠીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આથી ડાર્ક સર્કલ ઓછા થશે.

૨. હળદર અને પાઈનેપલ જયુસ :

એક ચમચી હળદરમાં પાઈનેપલ જયુસ મિકસ કરી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાવો. તે સૂકાઇ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ કરવાથી ડાર્ક સર્કલ હળવા પડવા લાગશે.

૩. ટી બેગ :

ટી બેગ આંખો નીચે કાળા કુંડાળા દૂર કરવામાં ફાયદાકારક છે. આંખો પર બે ઠંડા ટી બેગ્સ રાખો અને સૂકાવા દો. આથી તમારી આંખો ફ્રેશ રહેશે અને ડાર્ક સર્કલ પણ દૂર થવા લાગશે.

૪. પૂરતી ઉંઘ :

આંખો નીચે ડાર્ક સર્કલ થતા સૌથી મોટું કારણ છે ઓછી ઉંઘ, તમારે દરરોજ ઓછામાં ઓછા ૭-૮ કલાક ઉંઘવું જોઈએ. આથી તમે સવારે ઉઠીને તાજા મહસૂસ કરશો અને ડાર્ક સર્કલ પણ નહિં થાય.

 

(10:07 am IST)