દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

અમેરિકામાં શ્વાન-બિલ્લીને મારવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી:હવેથી અમેરિકામાં કુતરા અને બિલાડીને મારી નહિં શકાય. કારણે કે અમેરિકી સંસદે કૂતરાં-બિલાડીનાં માંસ ખાવા પર પ્રતિબંધ મુકતો ખરડો પસાર કરી દીધો છે. કૂતરાં અને બિલાડીનાં માંસના વેપાર પ્રતિબંધ કાનૂન 2018નો ભંગ કરનારને 5000 ડોલરના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. એનિમલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશને પણ અમેરિકી સંસદના આ પગલાનું સ્વાગત કર્યુ છે.

(4:48 pm IST)