દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

બાળકના માથામાં ઘુસી ગયો ધાતુનો સળીયો

નવી દિલ્હી: જેને રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત અમેરિકામાં એ સમયે સાબિત થઇ જયારે એક 10 વર્ષીય બાળકે પોતાના માથામાં ધાતુનો સળીયો ખોસવી દીધો છતાં પણ તે જીવતો બચી ગયો છે તેની હાલતમાં અત્યારે પહેલા કરતા ઘણો સુધારો જોવા મળી રહ્યો છે ડોકટરો આ વાતને લાખોમાં એક ઘટના પૈકીની એક જણાવી રહ્યા છે અમેરિકાના મિસોરી રાજ્યમાં એક બાળક પોતાના ઘરની નજીક રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(4:48 pm IST)