દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

બાળકની યાદશકિત વધારવી છે?

બધા માતા-પિતાની તમન્ના હોય છે કે તેનું બાળક બધાથી આગળ વધે. જીવનમાં સફળ થવા માટે તેનો મગજ પણ એટલો તેજ હોવો જરૂરી છે. યોગ્ય ખાણી-પીણીથી બાળકનું મગજ એકિટવ થાય છે. પરંતુ, આ ઉપરાંત અનેક એકિટીવીટી હોય છે. જે બાળકના મગજને સતેજ કરવાનું કામ કરે છે. તો જાણો તેના વિશે.

 કયારેક-કયારેક બાળકને નવા-નવા સ્થળોએ ફરવા માટે લઈ જાવ અને તે સ્થળ વિશે ઝીણવટ પૂર્વકની માહિતી તેને આપો. એટલુ જ નહિં ઘરે પરત ફર્યા બાદ તેને પૂછો કે ત્યાં કઈ-કઈ વસ્તુ ખાસ હતી. તેનાથી બાળકની યાદશકિત તેજ થશે અને તે બધી વસ્તુઓને પોતાના મગજમાં યાદ રાખતા શીખી જશે. તેને નવી જગ્યા અને નવી વસ્તુઓ સરળતાથી યાદ રહી જશે.

 યાદશકિત વધારવા માટે બાળક સાથે મળીને ડાબી-જમણી કસરત કરો. તેમાં બાળક સામે ઘણા બધા રમકડા અથવા દડો રાખો અને આ રમકડાને ડાબી અને જમણી બાજુ રાખવા માટે કહો. સતત આ પ્રકારની કસરતથી બાળકની માનસિક સતર્કતા અને યાદશકિત મજબુત થશે.

 બાળકની યાદશકિત વધારવા માટે રસોડાના કામોમાં તેની મદદ લો. તેની પાસે રસોઈ સંબંધી નાના-નાના કામ કરાવો. તેનાથી બાળકને યાદ રહેશે કે કઈ વસ્તુ કયાં રાખી છે. ત્યારબાદ બીજા દિવસે ફરી એ જ વસ્તુઓ તેની પાસે મંગાવો. તેનાથી બાળકની યાદશકિત વધશે અને તેની વસ્તુઓ યાદ રાખવાની ક્ષમતા વધશે.

(9:30 am IST)