દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

રાત્રે વર્કઆઉટ કરો : થશે અનેક ફાયદા

લોકો જેટલી વધારે મહેનતથી વર્કઆઉટ કરે છે, તેને રાત્રે એટલી જ સારી ઉંઘ આવે છે

સામાન્ય રીતે બધા સવારે અથવા સાંજના સમયે વર્કઆઉટ કરતા રહે છે. પરંતુ, હાલ કોઈ પાસે સવારે અથવા સાંજે વર્કઆઉટ કરવાનો સમય હોતો નથી. તેથી તમે રાત્રે પણ વર્કઆઉટ કરી શકો છો. ત્યારે બધાને એક સવાલ થાય છે કે રાત્રે વર્કઆઉટ કરવાથી કંઈ ફાયદો થાય છે કે નહિં? તો જાણો આ સવાલનો જવાબ.

સૂકુન ભરી ઉંઘ :  રાત્રે વર્કઆઉટ કર્યા બાદ તમને સારી ઉંઘ આવે છે. આ સમયમાં શારીરિક શ્રમ ન બરાબર રહી ગયો છે. ત્યારે જો રાત્રે વર્કઆઉટ કરવામાં આવે તો ઉંઘ માટે પર્યાપ્ત થાક શરીરને લાગે છે. એક અભ્યાસ અનુસાર, જે લોકો જેટલી વધારે મહેનતથી વર્કઆઉટ કરે છે, તેને એટલી જ સારી ઉંઘ આવે છે.

તાજગી મહેસુસ થવી : દિવસ આખો કામ કર્યા બાદ જ્યારે તમે તમારા માટે કંઈક સમય કાઢો છો અને વર્કઆઉટ કરો છો, તો તમને શાંતિનો અનુભવ થાય છે. જેનાથી તમે સવારે ઉઠો ત્યારે તાજગી મહેસુસ કરો છો. દરરોજ આવુ કરવાથી તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે.

(9:29 am IST)