દેશ-વિદેશ
News of Friday, 14th August 2020

અફઘાનિસ્તાન સરકારે દેશની જેલોમાંથી 400 કેદીઓને મુક્ત કરવાની કામગીરી શરૂ કરી

નવી દિલ્હી:અફઘાનિસ્તાનની સરકારે દેશની જેલમાં બંધ લગભગ 400 જેટલા તાલિબાની કેદીઓને મુક્ત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે અને અત્યારસુધીમાં 80 કેદીઓને તો મુક્ત પણ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કાર્યાલયે શુક્રવારના રોજ  આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અફઘાનિસ્તાન સરકારે કાલ 400માંથી 80 તાલિબાની કેદીઓને છોડી દીધા છે.

(2:39 pm IST)