દેશ-વિદેશ
News of Friday, 14th August 2020

યુનાઇટેડ નેશન્સના અંદાજ મુજબ વિશ્વની 43 ટકા શાળાઓમાં હાથ ધોવા માટે પાણીની સુવિધા નથી

નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સના અંદાજ મુજબ વિશ્વની ૪૩ ટકા શાળાઓમાં હાથ ધોવા માટે રૃરી સાબુ અને પાણીની સુવિધા નથી. કોરોનાવાઇરસ મહામારી વચ્ચે શાળાઓ ખોલવી કે નહીં તે અંગે વિશ્વના મોટા ભાગના દેશો દ્વિધામાં છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ જાહેર થયો છે.

           વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ મુજબ વિશ્વના ૮૧. કરોડ બાળકો પૈકી ત્રીજા ભાગના બાળકોની શાળાઓમાં હાથ ધોવાની સુવિધા નથી. મોટા ભાગની આવી શાળાઓ આફ્રિકાના દેશોમાં આવેલી છે.

(2:38 pm IST)