દેશ-વિદેશ
News of Friday, 14th August 2020

દક્ષિણી ચીનના શેનઝેન શહેરમાં અનોખો દાવો કરવામાં આવ્યો:ફ્રોઝન ફૂડની તપાસમાં મળી આવ્યો કોરોના વાયરસ

નવી દિલ્હી: દક્ષિણ ચીનનાં શેનઝેન શહેરમાં બ્રાઝિલનાં આયાત કરેલા ચિકન વિગ્સમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં કોરોનાવાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાસને ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, શેનઝેનનાં લોન્ગાગ જિલ્લામાં આયાત કરેલા ફ્રોજન ફૂડની તપાસ દરમિયાન , ચિકન વિગ્સમાંથી લેવામાં આવેલા સપાટીનાં નમૂનામાં કોરોનાવાયરસ મળી આવ્યો હતો.

              એક અહેવાલમાં જણાવ્યા અનુસાર , શેનઝેનનાં આરોગ્ય અધિકારીઓએ તુરંત લોકોને શોધી કાઠી અને તેમનુ ટેસ્ટ કર્યુ , જે ઉત્પાદનનાં સંપર્કમાં આવ્યા હોઇ શકે છે , અને બધા ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ , સ્ટોકમાં સંબંધિત તમામ ઉત્પાદનો સીલ કરી દેવામાં આવ્યા છે , અને તમામનાં ટેસ્ટ નેગેટિવ આવ્યા છેઅધિકારીઓએ બ્રાન્ડનાં નામ જાહેર કર્યા નથી , પરંતુ તે બ્રાન્ડનાં બધાં ઉત્પાદનોને ટ્રેસ કરી દેવામાં આવ્યાં છે , અને જ્યાં ચિકન વિગ્સ સંગ્રહિત કરવામાં આવ્યુ હતુ ત્યાં જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે.

(2:37 pm IST)