દેશ-વિદેશ
News of Friday, 14th August 2020

વિશ્વની ૪૩ ટકા શાળાઓમાં હાથ ધોવા પાણી, સાબુની સુવિધા નથી

જહોનીસબર્ગ : યુનાઇટેડ નેશન્સના અંદાજ મુજબ વિશ્વની ૪૩ ટકા શાળાઓમાં હાથ ધોવા માટે રૂરી સાબુ અને પાણીની સુવિધા નથી. કોરોનાવાઇરસ મહામારી વચ્ચે શાળાઓ ખોલવી કે નહીં તે અંગે વિશ્વના મોટા ભાગના દેશો દ્વિધામાં છે ત્યારે આ સંયુકત રાષ્ટ્રનો આ અહેવાલ જાહેર થયો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલ મુજબ વિશ્વના ૮૧.૮ કરોડ બાળકો પૈકી ત્રીજા ભાગના બાળકોની શાળાઓમાં હાથ ધોવાની સુવિધા નથી. મોટા ભાગની આવી શાળાઓ આફ્રિકાના દેશોમાં આવેલી છે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે શાળાઓ ખોલવી કે નહીં તે અંગેનો નિર્ણય લેતી વખતે આરોગ્યની સાથે આર્થિક તથા સામાજિક ચિંતાઓનો પણ વિચાર કરવો જોઇએ. આ અહેવાલમાં લાંબા સમય સુધી શાળાઓ બંધ રાખવાથી બાળકો પર પડતી પ્રતિકૂળ અસરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ અહેવાલમાં જણાવ્યા મુજબ વિશ્વની ત્રણ પૈકી એક શાળામાં પીવાની પાણીની સુવિધા મર્યાદિત છે અથવા નથી.

(1:04 pm IST)