News of Tuesday, 14th July 2020
અફઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતમાં મસ્જિદ પર આતંકવાદીઓનો હુમલો
નવી દિલ્હી:અફઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતની એક મસ્જિદ પર આતંકવાદીઓના હુમલામાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. તાલિબાન સમૂહ સાથે જોડાયેલ આતંકવાદીઓને સાંજના સુમારે ફરયાબ પ્રાંતની રાજધાની મેમાનની એક મસ્જિદ પર ગોળીબારી કરી હતી જેમાં ચાર લોકોના ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજ્યા હતા તેમજ અન્ય ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચાડતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી તાલિબાનદ્વારા આ ઘટના પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરવામાં આવી નથી.
(6:17 pm IST)