દેશ-વિદેશ
News of Tuesday, 14th July 2020

આ વૃક્ષને કાપો તો લોહી નીકળે છે

નાનપણમાં દાદી-નાની પાસેથી વૃક્ષો સાથે જોડાયેલી અનેક વાતો લગભગ બધાએ જ સાંભળી હોય છે. વૃક્ષો સાથે જોડાયેલાં ધાર્મિક તેમ જ સાયન્ટિફિક તથ્યો બધા જ જાણે છે છતાં પોતાની જરૂરિયાત માટે વૃક્ષ કાપતાં કોઈ અચકાતા નથી. શું તમે જાણો છો કે કોઈ વૃક્ષ એવું પણ છે જેને કાપતાં એમાંથી લોહી નીકળે છે?

વિશ્વાસ નથી બેસતો, પણ સાઉથ આફ્રિકામાં ખાસ પ્રકારનાં વૃક્ષ થાય છે જેને કાપતાં એમાંથી લાલ રંગનું પ્રવાહી નીકળે છે. બેશક, આ પ્રવાહી લોહી નથી, પણ લાલ રંગનું લોહી જેવું જ દેખાય છે. સાઉથ આફ્રિકા ઉપરાંત મોઝામ્બિક, નામિબિયા, તાન્ઝાનિયા અને ઝિમ્બાબ્વેમાં જોવા મળતા આ વૃક્ષને લોકો બ્લડવુડ ટ્રી નામથી તેમ જ મુનિંગા કે વૈજ્ઞાનિક નામ સેરોકારપસ એન્ગોલેનસિસથી પણ ઓળખાય છે. આ વૃક્ષમાંથી નીકળતા લાલ રંગના પ્રવાહીનો ઉપયોગ મલેરિયા, પેટની તકલીફ કે ગંભીર ઈજામાં રાહત મેળવવા માટે તથા લોહી સંબંધી બીમારીમાં દવા તરીકે કરવામાં આવતો હોવાથી એ જાદુઈ વૃક્ષ પણ કહેવાય છે.

(4:08 pm IST)