દેશ-વિદેશ
News of Monday, 14th June 2021

આ તો ગઝબ થઇ ગયું કહેવાય..... આ દેશમાં મળી રહ્યું છે માત્ર 12 રૂપિયામાં ઘર: માનવી પડશે માત્ર આટલી શરત

નવી દિલ્હી: ઘર ખરીદવું એ લોકોનું સ્વપ્ન હોય છએ. લોકો પોતાના આખા જીવનની કમાણી ઘર પાછળ ખર્ચી નાંખે છે. ત્યારે દુનિયામનાં એક દેશ એવો પણ છે કે જ્યાં વર્તમાન સમયે લોકો પોતાના સુંદર ઘર વેચી રહ્યા છે અને તે પણ માત્ર 12 રુપિયાની કિંમતમાં, હા માત્ર 12 જ રુપિયા. એક વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે ક્રોએશિયાના ઉત્તરમાં આવેલા લેગ્રાડ શહેરમાં લોકો પોતાના ઘર માત્ર 16 સેંટ (લગભગ 12 રુપિયા)માં વેચવા માટે મજબૂર થયા છે. વાહન વ્યવહારની કનેક્ટિવિટી ઓછી હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડીને જઇ રહ્યા છે. ત્યારબાદ ત્યાંના પ્રશાસને આ ઘરોને વેચવાનો નિર્ણય કર્યો છે. લેગ્રાડના મેયર ઇવાન સાબોલિકે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે હાલમાં માત્ર 19 ઘરો એકસાથે ખાલી થયા છે. આ તમામ ઘરોની કિંમત 1 કુના એટલે કે લગભગ 12 રુપિયા મુકવામાં આવી છે. જેમાંથી 17 ઘર અત્યાર સુધીમાં વેચાઇ ગયા છે.

(6:42 pm IST)