દેશ-વિદેશ
News of Friday, 14th June 2019

બ્રિટનના આગામી વડા પ્રધાન બોરિસ જોનસન સ્થાન

લંડનઃ બ્રિટનના આગામી વડા પ્રધાનપદની હોડમાં બોરિસ જોનસનને પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ મત મળતાં વડા પ્રધાનપદની રેસમાં તેઓ સૌથી આગળ થઇ ગયા હતા. આમ સભામાં યોજાયેલા સાંસદોના ગુપ્ત મતદાનના પ્રથમ રાઉન્ડમાં પૂર્વ કેબિનેટ મંત્રીને ૧૧૪ મત મળ્યા હતા. તેમના પછી ૪૩ મત સાથે બીજા ક્રમે રહ્યા હતા યુકેના વિદેશ મંત્રી જેરમી હંટ અને ૩૭ મત સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા પર્યાવરણ મંત્રી મિકાઇલ ગોવે.

ત્રણ અન્ય દાવેદારો માર્ક હાર્પર, એન્ડ્રુ લીડસમ અને એસ્થર મેકવીને ૧૭-૧૭ મત મળતા સ્પર્ધામાંથી ફેંકાઇ ગયા હતા. હવે આગામી સપ્તાહના બીજા રાઉન્ડમાં પૂર્વ બ્રકિઝટ મંત્રી ડોમિનીક રાબ ચોથા સ્થાન રહેતા તેમના સહિત સાત ઉમેદવારો રહ્યા હતા. ગૃહ મંત્રી સાજીદ વાજીદને ૨૩ મત મળતા તેઓ પાંચમા સ્થાને રહ્યા હતા. આરોગ્ય મંત્રી મેટ હેન્કોક ૨૦ મત સાથે છટ્ટા અને માત્ર ૧૯ મત સાથે આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી રોય સ્ટુઅર્ટ સાતમાં ક્રમે રહ્યા હતા. હવે ચાલુ મહિનાના અંતે અંતિમ મતદાન માટે ટોરી પાર્ટીના સાત પૈકી બૈ સૌથી વધુ લોકપ્રિય સાંસદો સ્પર્ધામાં રહેશે.

સ્પર્ધાનો અંતિમ વિજેતા મે મહિનામાં દસ ડાઉનિંગ સ્ટ્રીટમાં સત્ત્।ા સંભાળશે. પરિણામો ૨૨ જુલાઇના રોજ જાહેર કરાય તેવી શકયતા છે. ' તમારા સહકાર બદલ મારા પક્ષ કન્ઝરેવ્ટિવ પાર્ટીના અને યુનિયનિસ્ટ પાર્ટીની સાંસદો મિત્રોનો આભાર.  પ્રથમ રાઉન્ડ જીતતી હું ખૂબ ખુશ થયો છું, પરંતુ હજુ આપણી મંઝિલ ખૂબ દૂર છે' એમ ૧૯૨૨ની સમિતિ દ્વારા જાહેર કરાયેલા પરિણામ પછી જોનસને કહ્યું હતું.

(3:44 pm IST)