દેશ-વિદેશ
News of Thursday, 14th June 2018

ઓફિસની કેન્ટીનમાં ખાવાની આદત વજન વધારે છે

નવી દિલ્હી તા.૧૪: જો તમે રોજ ડબ્બો લઇને ઓફિસ જવાનો કંટાળો આવતો હોવાથી ઓફિસની કેન્ટીમાંથી લંચ લેવાની આદત ધરાવતા હો તો એ ઠીક નથી. અમેરિકાના ીરસર્ચરોએ અલગ-અલગ કંપનીઓમાં કામ કરતા ૫૦૦૦ કર્મચારીઓની ફુડ-હેબિટ તપાસીને તારવ્યું હતું કે જે લોકો વીકમાં  એકવાર પણ ઘરના ડબ્બાને બદલે ઓફિસની કેન્ટીમાંથી ખાવાનું ખાતા હતા તેમના વીકલી કેલરી-કાઉન્ટમાં ૧૩૦૦ કેલરી વધુ રહેતી હતી. મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓની કેન્ટીમાં સોડિયમ અને રિફાઇન્ડ ગ્રેઇન્સની માતા લગભગ બમણી રહેતી હોય છે અને આખાં ધાન્યો, ફળો અને પ્રોટીનની માત્રા ખબુ જ ઓછી હોય છે. ઘણી ઓફિસોની ડિશમાં ૭૦ ટકાથી વધુ કેલરી શુગર અને સોલિડ ફેટમાંથી મળતી હોય એવી જોવા મળી હતી. અમેરિકાાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અભ્યાસકર્તાઓનું  પણ કહેવું છે કે કામના સ્થળે જે ભોજન ઉપલબ્ધ હોય છે એમાં સંતુલિત ડાયટ ન હોવાથી લોકો વધુ કેલરી પેટમાં પધરાવીને વજન અને કોલેસ્ટરોલ વધારે છે.

(4:12 pm IST)