દેશ-વિદેશ
News of Thursday, 14th June 2018

શું તમને કકડીને ભૂખ લાગી હોય ત્યારે બહુ ગુસ્સો આવી જાય છે?

લંડન તા.૧૪ : તમને ગુસ્સો કયારે આવે એ વિશે તમે ઓબ્ઝર્વ કર્યુ છે? સહજ સભાન થઇને જોશો તો જ્યારે તમને કકડીને ભૂખ લાગી હોય ત્યારે તમે બહુ સહેલાઇથી અકળાઇ જતા હશો. ઘણી બહેનોનુ કહેવુ હોય છે કે આમ તેઓ ખૂબ શાંત છે, પણ ભૂખ લાગી હોય એ વખતે કોઇ તેમની સાથે જરાકઅમથી પણ સળી કરી જાય તો તેમનો પારો છટકે છે આવુ કેમ થાય છે? અમેરિકાની યુનિવર્સિટી  ઓફ  નોર્થ કેરેલિનાના નિષ્ણાતોનુ કહેવુ  છે કેભૂખ લાગી હોય ત્યારે મગજમાં
ઈમોશન્સ સાથે સંકળાયેલા ભાગમાં પણ એકિટવીટી વધી જાય છે. આવુ દરેક વ્યકિતમાં થાય જ એવુ જરૂરી નથી. વ્યકિતનું શારિરીક બંધારણ, વ્યકિતત્વ અને અન્ય ફેકટર્સ પણ ઈમોશનલ રિસ્પોન્સ પર આધારિત હોય છે. ભૂખ લાગી હોય ત્યારે એની અસર અલગ-અલગ રીતે વ્યકિતના લાગણીતંત્ર પર  પડે છે. ભૂખ એ સર્વાઇવલ ઈન્સ્ટિકટ છે એટલે  સ્વાભાવિકપણે એની સાથે લાગણીતંત્ર પણ સક્રિય થઇ જાય છે. ભૂખ લાગે ત્યારે ખૂબ ગુસ્સો આવવો એ સહજ લક્ષણ જોવા મળ્યુ છે. કેટલાક લોકોમાં ભૂખ લાગે ત્યારે રડવુ આવવું, અકળામણ અનુભવવી, ખૂબ જ દુખી ફીલ કરવુ જેવી ફિલીંગ્સ પેદા થાય છે. ભૂખ લાગે ત્યારે વ્યકિતની તટસ્થાથી વિચારવાની ક્ષમતા બ્લોક થઇ જતી હોવાથી લોકો રીએકશન આપી બેસે છે. અભ્યાસમા ૨૦૦ સ્ટુડન્ટસ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો એક ગ્રુપને ભૂખ્યા રહીને ટાસ્ક કરવા આપ્યો અને બીજા ગ્રુપને ખાધા પછી ટાસ્ક કરવા આપ્યો કમ્પ્યુટર - રીલેટેડ ટાસ્કમાં તેમની જાણ બહાર વારંવાર કમ્પ્યુટર ક્રેશ કરી દેવામાં આવ્યુ અને તેમનો રિસ્પોન્સ કેવો હતો એ નોંધવામાં આવ્યુ. તીવ્ર ભૂખ અનુભવી રહેલા સ્ટુડન્ટસનો પિત્તો સહેલાઇથી છટકી જતો હોવાનું જોવા મળ્યુ હતું.

(3:59 pm IST)