દેશ-વિદેશ
News of Thursday, 14th June 2018

તુલસીના પાનના ફાયદા વિશે જાણો છો?

આપણા દેશમાં તુલસીને એક પવિત્ર છોડ ગણવામાં આવે છે. તુલસીનો છોડ બધા ઘરમાં જોવા મળે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે તુલસીના ઉપયોગથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે અને સુંદરતા પણ મેળવી શકાય છે.

ઈન્ફેકશન : તુલસીના પાનને ચાવવાથી મોઢાનું ઈન્ફેકશન દૂર થાય છે.

આંખોમાં પ્રોબ્લેમ : તુલસીના પાનનો રસ આંખમાં નાખવાથી આંખની સમસ્યામાંથી ફાયદો મળે છે.

પેટ દર્દ : તુલસીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી પેટ દર્દમાં ફાયદો મળે છે.

 તાવ : તુલસીના પાનનો પાવડર બનાવી તેમાં એક ચમચી એલચી મિકસ કરી ઉપયોગ કરવાથી તાવમાં ફાયદો મળે છે.

ચહેરો ચમકદાર બને : તુલસીના પાનનો લેપ લગાવવાથી ત્વચા કોમળ બને છે.

(10:09 am IST)