દેશ-વિદેશ
News of Thursday, 14th June 2018

તમે પણ વધેલો લોટ ફ્રિજમાં રાખો છો?

સામાન્ય રીતે ઘરમાં લોકો થોડો વધુ લોટ બાંધે છે અને રસોઈ બની ગયા બાદ જ્યારે લોટ વધે તો તેને ફ્રિઝમાં રાખી દે છે. જેથી તેનો બીજીવાર ઉપયોગ કરી શકાય. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ ટેવ તમારા સ્વાસ્થ્યને કેટલુ નુકશાન કરે છે?

લોટ બાંધો કે તરત જ તેનો ઉપયોગ કરવો જોઈએ. જો તેને ફ્રિઝમાં રાખવામાં આવે છે, તો તેમાં કેટલાય રાસાયણીક ફેરફાર થાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક ગણાવામાં આવે છે. એટલુ જ નહિં લોટ બાંધીને ફ્રીઝમાં રાખવાથી ફ્રીઝના હાનિકારક કિરણો તેમાં પ્રવેશ કરે છે અને તેને ખરાબ કરે છે.

જ્યારે તમે વાસી લોટની રોટલી બનાવીને ખાવ છો તો તેની સૌથી વધુ અસર તમારા પાચનતંત્ર ઉપર પડે છે. તેના કારણે ગેસની સમસ્યા, પેટમાં દર્દ અને કબ્જ જેવી કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

(10:09 am IST)