પિતાના મૃતદેહને BMWમાં મૂકી દફનાવ્યો!
આ વ્યકિત તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને પિતાને મૃત્યુ બાદ તે એક યાદગાર શ્રધ્ધાંજલિ આપવા માંગતો હતો
લંડન તા. ૧૪ : નાઈજીરિયામાં એક વ્યકિતએ પોતાની લાશને લકઝરી કારમાં મૂકીને દફનાવી દીધી. ગ્ષ્પ્ કાર સાથે કરવામાં આવેલી લાશની દફનવિધિની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર, આ અનબારા રાજયના એક પરિવારની તસવીર છે.
કહેવાઈ રહ્યું છે કે, આ વ્યકિત તેના પિતાને ખૂબ પ્રેમ કરતો હતો અને પિતાને મૃત્યુ બાદ તે એક યાદગાર શ્રદ્ઘાંજલિ આપવા માગતો હતો. એટલે તેણે પિતાના અવસાન બાદ આશરે ૩ કરોડ ૨૦ લાખ રૂપિયાની ગ્પ્ષ્ કાર ખરીદી અને કારમાં પિતાની લાશ મૂકી તેને દફનાવી દીધી.
અઝુબુકી નામના આ વ્યકિત દ્વારા પિતાને આપવામાં આવેલી શ્રદ્ઘાંજલિ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સાથે-સાથે યૂઝર્સ અને નાઈજિરિયાના સ્થાનીક લોકો તેના આ નિર્ણયની ખૂબ નિંદા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અબુજુકી ખૂબ ધનિક વ્યકિત છે અને તે પિતાને યાદગાર રીતે વિદાય આપવા માગતો હતો.
સોશિયલ મીડિયા પર ઘણા લોકો આને પૈસાની બરબાદી કહી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, જો અબુજુકી એટલો ધનિક છે તો તેણે આ પૈસાથી પિતાના ગામનો વિકાસ કરવો જોઈતો હતો. તો કેટલાક લોકોએ આને ફિલ્મી સીન કહીને વખોડી કાઢ્યો છે.(૨૧.૧૦)