દેશ-વિદેશ
News of Wednesday, 13th June 2018

દરરોજ યોગ કર્યા બાદ કરો આ ખાદ્ય પદાર્થોનું સેવન

આજકાલ મોટા ભાગના લોકો સારા સ્વાસ્થ્ય માટે કસરત કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે કસરત કરવાના પણ કેટલાક નિયમ હોય છે. જેમકે, કસરત કરતા પહેલા શું ખાવુ જોઈએ અને શું નહિં. કેટલાય લોકો કસરત નથી કરી શકતા, જેથી તે યોગા કરે છે. પરંતુ, ઘણા ઓછા લોકો એ વાત જાણતા હોય છે કે યોગા બાદ કઈ વસ્તુઓનું સેવન કરવુ જોઈએ. તો જાણી લો કે યોગ બાદ કઈ વસ્તુઓનું સેવન કરવુ જોઈએ.

યોગ કર્યા પછી થોડી વાર બાદ પાણી જરૂર પીવુ જોઈએ. પાણી પીવાથી શરીરમાં રહેલ ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. આ ઉપરાંત પાણી પીવાથી ત્વચા ઉપર કુદરતી નિખાર આવે છે.

યોગ બાદ સલાડનું સેવન જરૂર કરવુ જોઈએ. તેનાથી પાચન શકિત મજબુત બને છે. આ ઉપરાંત હાઈ ફાઈબર ફૂડ્સનું સેવન કરવાથી પણ તમે મોટાપામાંથી છૂટકારો મેળવી શકો છો.

ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ એક કપ ગ્રીન ટીનું સેવન કરવાથી રકત સંચાર વ્યવસ્થિત થાય છે.

(9:55 am IST)