દેશ-વિદેશ
News of Wednesday, 13th June 2018

૧૮મી સદીનો ચાઇનીઝ કુંજો વેચાયો ૩૯.૮ કરોડ રૂપિયામાં

ર૦૦ વર્ષથી વધુ જૂનો બ્લુ અને વાઇટ રંગની કારીગરી ધરાવતો પોસેલિનનો મૂન શેપનો કુંજો ફ્રાન્સમાં એક ઓકશનમાં વેચાવા મુકાયો હતો. આ ફાલસ્ક ચાઇનીઝ સમ્રાટ કીઆન્લોન્ગના ખજાનામાંથી નીકળ્યો હતો આ સમ્રાટ કળાના જબરા શોખીન કહેવાતા હતા.પૂર્ણિમાના ચંદ્ર જેવા શેપના આ ફલાસ્કમાં આઠ બુધ્ધિષ્ટ સિમ્બોલ્સ છે. એપ્રિલ મહિનામાં એક પુરાણા ફ્રેન્ચ કિલ્લામાંથી આ ફલાસ્ક મળી આવ્યો હતો. આ ફલાસ્ક ખરીદીને પાછો ચીનમાં લાવવા માટે ૧૭ બિડર્સ બોલી લગાવવા બેઠા હતા. પરંતુ તેમને માત આપીને એક ફ્રેન્ચ મહિલાએ આ કુંજો મેળવી લીધો હતો. ઉપરાઉપરી બોલીને કારણે નિષ્ણાંતોના અંદાજ કરતાં દસગણી વધુ કિંમતે આ ફલાસ્ક વેચાયો હતો. ૪.૧ મિલ્યન યુરો પર કુંજાની બોલી અટકી અને એ પછી એકસચેન્જ અને અન્ય ફીઝનો ઉમેરો કરતા ખરીદનારને એ લગભગ પાંચ મિલ્યન યુરો એટલે કે ૩૯.૮ કરોડ રૂપિયામાં પડયો.

(9:55 am IST)