દેશ-વિદેશ
News of Saturday, 14th May 2022

પ્રથમવાર દક્ષિણ કોરિયાની હોસ્પિટલમાં સર્જરી રૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની હોસ્પિટલોના સર્જરી રૂમમાં એનેસ્થેસિયા પછી દર્દીઓની સારવારમાં કથિત બેદરકારીની ઘટનાઓને કાબુમાં લેવા સીસીટીવી કેમેરા લગાવાયા છે. આવું દુનિયામાં પહેલીવાર થયું છે જ્યારે દુનિયાના કોઈ દેશમાં સર્જરી રૂમમાં પણ કેમેરા લગાવ્યા હોય. દક્ષિણ કોરિયામાં ગયા વર્ષે કાયદામાં ફેરફાર કરવા પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
સરકારનું કહેવું છે કે, દુનિયામાં ઉચ્ચ કક્ષાની ચિકિત્સા સેવા માટે જાણીતા દક્ષિણ કોરિયાની છબિને નુકસાન પહોંચી રહ્યું હતું. હોસ્પિટલોની શાખ પણ ઘટી રહી હતી. જોકે, કોરિયન મેડિકલ એસોસિયેશને કેમેરા લગાવવાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, આ પગલાંથી ડૉક્ટરોનો આત્મવિશ્વાસ ઘટશે. જ્યારે દર્દીઓના હિતો માટે કાર્યરત સંસ્થા ગી જોંગનું કહેવું છે કે, અનેક દર્દીઓના ઓપરેશન થિયેટરમાં મોત થઈ જાય છે. એટલે સરકારે સર્જરી રૂમમાં સીસીટીવી કેમેરાથી રેકોર્ડિંગ કરવાનો કાયદો અમલી કર્યો તે આવકારદાયક પગલું છે.

 

(6:17 pm IST)