દેશ-વિદેશ
News of Tuesday, 14th May 2019

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 2000થી વધુ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા

નવી દિલ્હી:પાકિસ્તાનના એક રાજ્ય બલૂચિસ્તાનના શિક્ષણ વિભાગે ગયા અઠવાડિયે 2,000થી વધુ શિક્ષકોને એક ધડાકે સસ્પેન્ડ કરી દીધા. આ શિક્ષકો ક્વેટા, ડેરા બુગતી, પિશિન, કિલા અબ્દુલ્લા અને રાજ્યના અન્ય જિલ્લાઓના છે. બલૂચિસ્તાનના શિક્ષણ સચિવ તૈયબ લહરીએ આ માહિતી આપી છે.

લહરીએ ડોન ન્યૂઝને જણાવ્યું કે, "અમે નિષ્ક્રિય શાળાઓને કાર્યરત કરવા માટે તેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડક હાથે કામ શરૂ કર્યું છે." શિક્ષણ સચિવે જણાવ્યું કે, સસ્પેન્ડ કરાયેલા આ શિક્ષકોને સ્કૂલમાંથી ગેરહાજર રહેવા બાબતે કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, તેઓ આ નોટિસનો જવાબ આપવા સ્કૂલમાં હાજર રહ્યા ન હતા.

(5:47 pm IST)