દેશ-વિદેશ
News of Wednesday, 14th April 2021

અમેરિકા સહીત બ્રિટેને પાકિસ્તાનને અતિ જોખમી દેશની યાદીમાં મૂક્યું હોવાની માહિતી

નવી દિલ્હી: હાલ પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી પાકિસ્તાન માટે નવી મુશ્કેલી આવી રહી છે. અમેરિકા અને બ્રિટને પાકિસ્તાનને હાઈરીસ્ક એટલે કે અતિ જોખમી દેશની યાદીમાં મુકયુ છે જેમાં ઉતર કોરીયા, સીરીયા, ઝીમ્બાબ્વે તથા યમનનો પણ સમાવેશ થાય છે. આ દેશોમાં ત્રાસવાદીઓ માટેનું ફંડીંગ અને મનીલોન્ડરીંગની સામે કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી અને પાકિસ્તાનમાં પણ તે જ સ્થિતિ છે તેથી પાકિસ્તાનને આ શ્રેણીમાં મુકાયું છે.

(6:05 pm IST)