દેશ-વિદેશ
News of Saturday, 14th April 2018

ઇથિયોપિયાનો આ યુવક હાથે ચાલીને કૂદકા ભરે છે, પહાડ ઉતરે છે અને કાર પણ ખેંચે છે

ઇથિયોપીયા તા.૧૪ : બે પગે ઉભા રહીને તમે ભારેખમ કાર ખેંચી શકો ? ના પણ ઇથિયોપિયાના દિરાર અબોહોય નામનો ૩ર વર્ષનો યુવક બે હાથેથી ચાલવામાં માહેર છે. દિરારનું કહેવું છે કે પગે ચાલવા કરત ાતેને હાથેથી ચાલવામાં વધુ મજા આવે છે. દિરાર બચપણ થી ચાઇનીઝ અને અમેરીકન મુવીઝ  જોવાનો શોખીન હતો. જો કે તેને ખબર નહોતી કે મુવીમાં જે સ્ટન્ટ કરવામાં આવે છે એમાં કેટલુય એડિટિંગ થયેલું હોય છે. એમાંયે તેને હેન્ડસ્ટેન્ડ વોક તો એટલું ગમી ગયુ કે એ કળા હસ્તગત કરવા તે કલાકોની પ્રેકિટસ કરતો. ધીમે ધીમે કરતાં ગમતી પ્રવૃતિમાં તેણે એટલી કઠણાઇઓ ઉમેરીને જાતને તૈયાર કરી છે કે હવે તેના કારનામા જોઇને અચરજ પમાય. તે હેન્ડસસ્ટેન્ડ કરીને બહુજ ઝડપથી ચાલે છે. ઝટપટ ઠેકડા  મારીને તે દાદરા ઉતરે છે એ જોવાનું બહુ મજાનું છે. હાથમાં વેઇટસ લઇને તે હેન્ડવોક કરે છે. વેઇટલિફિટંગ માટે વપરાતા બારબેલ પર વજનની પ્લેટોને ગદરન પર બેુલેન્સ કરીને તે હાથેથી  ચાલતા ચાલતા તે ભારેખમ સ્પોર્ટસ કાર અને ટ્રકનાં ટાયર ખેંચી કાઢે છે. ઇથિયોપિયાના ટિગ્રાય ગામમાં તે રહે છે. એ ગામની ભાગોળે આવેલા પહાડોનો ઢોળાવ ઉતરતી વખતે હેન્ડવોક કરે છે. ગામના નાળાની દિવાલો તે હેન્ડસ્ટેન્ડ પોઝિશનમાં ઠેકી જાય છે. વાંકી ચાલ ધરાવતા ઉંટ પર તે હાથના બળે ઉભો રહી જાય છે.ત ો સ્પીડમાં જતી કારના છાપરે પણ તે હેન્ડસ્ટેન્ડમાં ઉભો રહે છે. આ બધા જ કારનામાં કરવા માટે તે રોજ સવારે અને સાંજે ત્રણ-ત્રણ કલાક સુધી પ્રેકિટસ કરે છે. તેના પરિવારજનોને દીકરાના આવા સ્ટન્ટ નથી ગમતા, પણ દિરારભાઇને આવા સ્ટન્ટ વિના જીવવુ ગમતુ નથી. હજી આ જ અઠવાડીયે તેની એક વિડીયો કિલપ યુ-ટયુબ પર વાઇરલ થઇ છે.

(12:52 pm IST)