દેશ-વિદેશ
News of Saturday, 14th April 2018

સાઉદી અરેબિયામાં યોજાયો પહેલ વહેલો ફેશન-શો માત્ર મહિલાઓ જ દર્શક

દુબઇ, તા.૧૪ : ઘણા વર્ષોની પાબંદી પછી સાઉદી અરેબિયાના પ્રિન્સે કેટલાક ઐતિહાસિક નિર્ણયો લઇને મહિલાઓને છૂટ આપવાનું શરૂ કર્યું છે. ડ્રાઇવિંગ કરવાની અને સ્ટેયિમમાં જઇને મેચ જોવાની પરવાનગી સાઉદી અરેબિયાની મહિલાઓને થોડા સમય પહેલાં જ મળી છે. હવે આ કન્ઝર્વેટિવ દેશમાં સૌપ્રથમ ફેશન-વીક શરૂ થયું છે. અલબત્ત, હજીયે એમાં પણ ઘણા નિયમો છે. આ ફેશન-વીકમાં દર્શક તરીકે માત્ર ને માત્ર મહિલાઓ જ હશે. કોઇ ફોટોગ્રાફર પણ અલાઉડ નથી. ઇન ફેકટ, હાજર મહિલાઓ પણ કેટવોક કરતી મોડલોની તસ્વીરો પાડી નહીં શકે. ગુરૂવારે શરૂ થયેલું સૌપ્રથમ ફેશન-વીક આજે રંગેચંગે પૂરું પણ થશે. આ ફેશન-વીકમાં પશ્ચિમ એશિયા, બ્રાઝિલ, અમેરિકા અને રશિયાના ડિઝાઇરોએ ભાગ લીધો હતો.

(12:51 pm IST)