દેશ-વિદેશ
News of Saturday, 14th March 2020

આ છે ગોલ્ડન યુનિકોર્ન ડોગીઃ એનો એક કાન માથે કલગીની જેમ ઊગ્યો છે

લંડન,તા.૧૪: રે નામનો ગોલ્ડન રિટ્રાઇવર શ્વાન આજકાલ ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થઈ ગયો છે અને એનું કારણ છે એના માથે ઊગેલો એક કાન. ઇન ફેકટ, જન્મ સમયે એ નોર્મલ જ હતો, પરંતુ તે સાવ નવજાત અવસ્થામાં હતો ત્યારે તેની સાથે એક હાદસો બન્યો અને તે આવી યુનિક સ્થિતિમાં મુકાઈ ગયો.

રે ફકત બે દિવસનો હતો ત્યારે તેની મમ્મીએ ડાબો કાન ચાવી જતાં એ કઢાવવો પડ્યો હતો. જોકે એ પછી સારવાર દરમ્યાન તેનો જમણો કાન ખસીને બરાબર ચહેરાની વચ્ચે લગભગ કપાળ પર આવી ગયો હતો. એને કારણે શ્વાન હવે સોશ્યલ મીડિયા પર લોકપ્રિય બન્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ડન યુનિકોર્ન (સોનાનું એક શિંગડું ધરાવતા પ્રાણી)ના નામે એ ગલૂડિયાના અનેક ફોલોઅર્સ બન્યા છે.

(2:49 pm IST)