દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

આ છે દુનિયાની સૌથી મોટી ફૂલની ટોકરી

નવી દિલ્હી: ફૂલોની સુંદરતા અને ખુશ્બુ દરેક વ્યક્તિને આકર્ષિત કરે છે.તમે બજારમાં ઘણા બધા ફૂલો જોયા હશે.આજે તમને દુનિયાના સૌથી મોટા ફૂલોની ટોકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. ટોકરી સિંગાપુરમાં બનાવવામાં આવેલ છે અહીંયા 21 જુલાઈથી શરૂ થઇ રહેલ સિંગાપુર બગીચા મહોત્સવ માટે તેને તૈયાર કરવામાં આવી છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટોકરીમાં ઓછામાં ઓછા 50 પ્રકારના નાના નાના છોડમાં 27 હજાર ફૂલ છે જેને 150 માળીઓએ તેમજ સ્વંયસેવક અને વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય પાર્ક બોર્ડના સભ્યોએ 12 દિવસમાં તૈયાર કર્યું છે.

(8:37 pm IST)