દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

મોબાઇલ પર ગેમ રમતાંબાળકોની આંખો પડે છે નબળી

નવી દિલ્હી, તા.૧૪ જે બાળકો મોબાઇલ ગેમ્સ રમે છે તેમની આંખોની માંસપેશીઓ નબળી પડી જાય છે અને આવાં બાળકોને જલદી ચશ્માં આવી જાય છે. ઓલ ઇન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ) ના ડો. રાજેન્દ્ર પ્રસાદ અને પ્રોફેસર રોહિત સકસેનાના કહેવા મુજબ આવાં બાળકોને ચીજો નજીકથી જોવાની આદત પડે છે અને તેમની દૂરની દષ્ટિ કમજોર થાય છે. વળી જેમ-જેમ તેમની ઉંમર વધે એમ આ નંબર વધતા જાય છે. આ નંબરો માઇનસ ૧૦થી ૧૨  સુધી પહોંચી ગયા છે. વળી અંધારામાં મોબાઇલ વાપરવાથી માત્ર નંબર વધે છે એમ નહીં, પણ દષ્ટિ પણ ગુમાવવાનો ભય રહેલો છે.

(4:30 pm IST)