દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

બાળકોને હોઠ પર કિસ કરશો તો તેને દાંતની તકલીફ થશે

તા. ૧૪ : સામાન્ય રીતે નાનાં બાળકોને જોઇને તેમને વહાલ કરવાનું મન થતું હોય છે અને ઘણા લોકો નાનાં બાળકોને લિપ્સ પર કિસ કરતા હોય છે, પણ આ કિસ બાળકો માટે જોખમી થાય છે એમ ફિનલેન્ડમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યંુ છે. બાળકને જન્મ આપ્યો હોય તેવી ૩૧૩ મહિલાઓ પર ફિનલેન્ડમાં આ રિસર્ચ કરવામાં આવ્યંુ હતું, જેમાં જાણવા મળ્યંુ હતું કે લિપ્સ પર કિસ કરવાથી બાળકોનાં મોંમાં હાર્મફુલ બેકટેરિયા જતા હોય છે અને એ બાળકોના ઊગી રહેલા દાંત અને પેઢાંને નુકસાન પહોંચાડે છે. વળી ઘણી મમ્મીઓને બેબી ફૂડ ખાવાનું ગમતું હોય છે, તેથી બાળકને ખવડાવતી વખતે એકાદ ચમચી બેબી ફૂડ તેઓ ખાઇ જાય છે. જોકે  એમ કરવાથી તેમના મોંની લાળ બાળકના શરીરમાં જાય છે અને એનાથી પણ બાળકને દાંતની તકલીફ થાય છે. રિસર્ચમાં જાણવા મળ્યંુ હતું કે ૩૮ ટકા મહિલાઓ તેમનાં બાળકોને લિપ્સ પર કિસ કરે છે અને ૧૪ ટકા મહિલાઓ બેબી ફૂડ ચાખતી હોય છે.

(4:30 pm IST)