દેશ-વિદેશ
News of Wednesday, 14th March 2018

૧૦૦ જણે નદીમાં પડતા ટેમ્પોને ખેંચી કાઢ્યો

બીજીંગ, તા. ૧૪ :  ચીનમાં અન્હુઇ પ્રાંતના ફુયાંગ ટાઉનના સિન્ચી ગામમાં ગયા વીકમાં એક ટેમ્પો નદી કિનારેથી જઇ રહ્યો હતો. ડ્રાઇવરે ટેમ્પોને રિવર્સમાં લેવાનો પ્રયાસો કર્યો ત્યારે અચાનક તેનો કન્ટ્રોલ ગયો હતો અને ટેમ્પો નદીના ઢોળાવ પરથી ૬૬ ફૂટ નીચે પાણી નજીક પહોંચી ગયો હતો. તાત્કાલિક ફાયર-બ્રિગેડના જવાનો આવી ગયા હતા. જો કે ટેમ્પો સુધી પહોંચવા માટે મુશ્કેલી હોવાથી તેમણે ૧૦૦ માણસોને એકઠા કર્યા હતા અને એક મજબૂત દોરડાની સહાયથી આ ટેમ્પોને એક કલાકની જહેમત બાદ ખેંચી કાઢ્યો હતો.

(4:28 pm IST)