દેશ-વિદેશ
News of Friday, 14th February 2020

જાપાનમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા:60 કિલોમીટર નીચે હતું કેંદ્ર

નવી દિલ્હી:જાપાનમાં બુધવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જાપાનમાં વાતાવરણ વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રિક્ટર સ્કેલ પર  તેમની તીવ્રતા 7.0ની આંકવામાં આવી છે.

                અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપનું કેન્દ્ર જાપાનના ઉતરી મુખ્ય દ્વીપ હોક્કાઈડોના ઉત્તરપૂર્વી તટથી દૂર સમુદ્રની લગભગ  60 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે હજુ સુધી ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

(6:08 pm IST)