દેશ-વિદેશ
News of Friday, 14th February 2020

ઇરાકમાં અમેરિકી સૈન્ય જગ્યા પર રોકેટ હુમલો

નવી દિલ્હી:ઇરાકના દૂરના વિસ્તાર કિરકુકમાં અમેરિકી સૈન્ય જગ્યા પર ગુરુવારના રોજ રાત્રીના સમયે કરવામાં આવેલ રોકેટ હુમલામાં એક કોન્ટ્રાક્ટરનું મૃત્યુ નીપજ્યું છે  ઈરાકી અને અમેરિકી સુરક્ષાબળોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 27 ડિસેંબર પછી કે-1 બેસ પર આ પ્રથમ હુમલો છે.

                     27 ડિસેંબરના રોજ સતત 30 રોકેટ છોડવામાં આવ્યા છે અને જેમાં એક અમેરિકી કોન્ટ્રાક્ટરનું મૃત્યુ નીપજ્યું હતું। આ હુમલાનો આરોપ કતીબ હિજબુલ્લા પર લગાવવામાં આવ્યો હતો એ પછી અમેરિકાએ બદલાની કાર્યવાહી કરતા કતીબ હિજબુલ્લાના 25 લડાકુઓને મોતનેઘાટ ઉતાર્યા હતા.

(6:07 pm IST)