દેશ-વિદેશ
News of Friday, 14th February 2020

કોલબિયાંના તાતાકોઆમાંથી કાચબાના અવશેષો મળી આવ્યા

નવી દિલ્હી: ધરતી પર એક સમયે ડાઈનોસોર જેવા મહાકાય પ્રાણીઓ વસતા હતા. આ ડાયનોસોરના અવશેષો અનેક જગ્યાઓએથી મળ્યા પણ છે. આવી જ રીતે તાજેતરમાં એક કાચબાના અવશેષો મળ્યા છે. આ અવશેષો કોલંબિયાના તાતાકોઆ રણમાંથી મળ્યા છે. આ કાચબો એક કારના આકાર જેટલો મોટો છે.

                       વૈજ્ઞાનિકોનું માનીએ તો આ કાચબાની લંબાઈ 13 ફૂટ અને વજન અંદાજે 2.5 ટન હશે. અંદાજ છે કે કાચબો ઉત્તર દક્ષિણ અમેરિકામાં 1.3 કરોડ વર્ષ પહેલા હતો. વૈજ્ઞાનિકોએ તેને સ્ટુપેંડેમી જિગ્રાફીક્સ નામ આપ્યું છે. તે કોલંબિયાના તાતાકોઆ રણ અને વેનેઝુએલાના ઉરુમાકો ક્ષેત્રમાંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર સીગોઈંગ આર્કીલોન ધરતી પર સૌથી મોટા કાચબા તરીકે પ્રખ્યાત છે. ત્યારબાદ સ્ટુપેંડેમી આવે છે. સીગોઈંગ આર્કીલોન ડાયનોસોર યુગના અંતમાં અંદાજે 7 કરોડ વર્ષ પહેલા ધરતી પર રહેતા હતા. તેની લંબાઈ 4.6 મીટર હતી.

(6:06 pm IST)