દેશ-વિદેશ
News of Friday, 14th February 2020

ઝાડુ વર્ષના કોઇ પણ દિવસે સીધુ ઊભું રહી શકે? નાસા શું કહે છે?

યુનો તા. ૧૪ : ટ્વિટર પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં ઝાડુને સીધું ઊભું રાખવામાં આવ્યું છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નાસાએ કહ્યું છે કે ૧૦ ફેબ્રુઆરી વર્ષનો એકમાત્ર દિવસ છે જયારે ગુરુત્વાકર્ષણના ખેંચાણને લીધે ઝાડુ સીધું ઊભું રહી શકે છે. આ વિડિયોને ૮૦ લાખ કરતાં વધુ વખત જોવાયો છે. આ વિડિયો સાથે જ સોશ્યલ મીડિયા પર એક ચેલેન્જ પણ વાઇરલ થઈ છે. આ બાબતે પ્રશ્નોની ઝડી વરસતાં છેવટે નાસાએ સ્પષ્ટતા કરવી પડી છે. નાસાએ એની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે માત્ર ૧૦ ફેબ્રુઆરીએ જ નહીં, પરંતુ વર્ષના કોઈ પણ દિવસે ઝાડુ સીધું ઊભું રહી શકે છે. આ ભૌતિકશા સ્ત્રનો એક સિદ્ઘાંત છે, જે માત્ર ૧૦ ફેબ્રુઆરીએ જ નહીં, કાયમ કામ કરે છે. જો ઝાડુના નીચેના હિસ્સાને ટ્રાઇપોડની જેમ રાખવામાં આવે તો વર્ષના કોઈ પણ દિવસે ઝાડુ સીધું ઊભું રહી શકે છે.

(3:17 pm IST)