દેશ-વિદેશ
News of Wednesday, 14th February 2018

એક બહેન માસિકસ્ત્રાવનું લોહી પીવાની સલાહ આપે છે તો બીજી કન્યા એનાથી ફેશ્યલ કરવાનું કહે છે

બાલી તા. ૧૪ :.. ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર રહેતી નાદિન લી નામની ૩૦ વર્ષની મહિલા છેલ્લા કેટલાક વખતથી લોકોમાં મેન્સ્ટુઅલ મેજિકનો ફેલાવો કરવામાં લાગી છે. આ બહેનનું કહેવું છે કે માસિકના દિવસો દરમ્યાન ઘણુંબધું લોહી વહી જવાથી સ્ત્રીઓ થાકી જાય છે અને એનર્જી સાવ ઘટ જાય છે., પરંતુ જો એ લોહી પી જવામાં આવે તો સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સુધરી શકે છે. જેમ વેમ્પાયર્સ બીજાનું લોહી કાઢીને પીએ છે એમ આ બહેન સ્ત્રીઓને પોતાના માસિકનું લોહી કપમાં એકત્ર કરીને પીવા માટે પ્રોત્સાહિત કરે છે. સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ પર નાદિનની સલાહોના સમર્થનમાં ઓસ્ટ્રેલીયાના ગોલ્ડ કોસ્ટમાં રહેતી યાસ્મિના જેડ નામની સ્પિરીચ્યુઅલ હીલર પણ આગળ આવી છે. આ બહેને પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં માસિકનું લોહી ચહેરા પર લગાવીને ફેશ્યલ કરવાની સલાહ આપી છે. અલબત્ત, ચારેકોરથી આ બન્ને મહિલાઓના વિચારને લોકોએ ભદો, અસ્વચ્છ અને અત્યંત ઘૃણાસ્પદ કહીને વખોડી કાઢયો છે. જયારે આ બન્ને બહેનોનું કહેવું છે કે જે લોકો આનો વિરોધ કરે છે એ તમામ લોકો સ્ત્રીના માસિકચક્રને સ્વસ્થતાની નિશાની નથી માનતાં.

(11:43 am IST)