દેશ-વિદેશ
News of Wednesday, 14th February 2018

આ યુવતીની આંખમાંથી નીકળ્યા ૧૪ કીડા

ડોકટર પણ રહી ગયા દંગ

ન્યૂયોર્ક તા. ૧૪ : અમેરિકામાં એક યુવતીની આંખમાંથી ૧૪ કીડા નીકળ્યા છે. આ કીડાની લંબાઈ અડધી ઈંચ સુધીની છે. એબી બેકલે નામની આ યુવતી દુનિયાની પહેલી એવી વ્યકિત છે, જેની આંખોમાં એવા કીડા મળી આવ્યા જેનાથી અત્યાર સુધી જાનવરો પ્રભાવિત થવાની જાણકારી હતી.

આ ઘટનાએ ચિકિત્સા વૈજ્ઞાનિકોને હેરાનીમાં નાખી દીધા છે. આ યુવતી અલાસ્કામાં એકસ સામન ફિશિંગ બોટ પર કામ કરે છે. તેની ઉંમર માત્ર ૨૬ વર્ષની છે. જોકે અત્યાસ સુધીમાં ઉત્ત્।રી અમેરિકામાં ૧૦ અન્ય લોકોની આંખોમાં કીડા મળવાના મામલા સામે આવ્યા છે, પરંતુ આ કીડા અલગ પ્રકારના હતા.

અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સન ડિવિઝન ઓફ પેરાસિટીક ડિસીસેઝ એન્ડ મલેરિયાના વૈજ્ઞાનિક અને મુખ્ય સંશોધનકર્તાએ કહ્યું, અમેરિકામાં આંખોમાં પરજીવી કીડાના સંક્રમણનો મામલો અનોખો છે અને આ મામલામાં કીડા થેલાજિયાની પ્રજાતિના છે જેનું માણસોમાં સંક્રમણનો મામલો કયારેય સામે નથી આવ્યો.

તેમણે કહ્યું, આ પહેલા માનવામાં આવતું હતું કે આ પ્રકારના કિડા માત્ર બે અલગ અલગ પ્રજાતિઓ છે જે માણસજાતને સંક્રમિત કરે છે. પરંતુ અમે આ લિસ્ટમાં થેલાજિયા ગુલોસને પણ શામેલ કરી દીધા છે. આ યુવતીની આંખોમાં ખંજવાળ અને બળતરા બાદ તેણે આંખોની તપાસ કરાવી. આંખ મસળવા દરમિયાન એક કીડો તેના હાથમાં નીકળી આવ્યો. આંખથી બહાર આવ્યા બાદ તે હલી રહ્યો હતો અને થોડી જ સેકન્ડોમાં મૃત્યું પામ્યો. આ પછી ત્રણ અઠવાડિયામાં તેની ડાબી આંખમાંથી એક-એક કરીને ૧૪ કીડા બહાર નીકળ્યા.(૨૧.૭)

(9:44 am IST)