દેશ-વિદેશ
News of Thursday, 14th January 2021

માત્ર આ એક જ ઈચ્છાના કારણોસર આ વ્યક્તિ ઉઘાડા શરીરે શિયાળામાં પણ કરે છે કસરત

નવી દિલ્હી: જે શિયાળામાં લોકો બહાર નિકળવા માટે તૈયાર નથી, એવી હાડ થિજવતી ઠંડીમાં જોઇ કોઇ બધા કપડાં પહેરીને કસરત (Exercise) કરે તો તમે પણ તે વ્યક્તિની હિંમતને દાદ આપશો. ક્સરતનો આવો જુસ્સો છે અફઘાનિસ્તાન (Afghanistan)ના હલ્ક રાકિબ ફારૂકી (Raqib Farooqi) ને. કડકડતી ઠંડીમાં બરફ તોડતાં, કસરત કરતાં તે એવા સ્ટંટ કરે છે જાણે કોઇ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય.

      ગોર પ્રાંતના રહેવાસી ફારૂકીની કસરતના ફોટા જોરદાર વાયરલ થઇ રહ્યા છે. લોકો ના ફક્ત તેમના લોખંડી શરીર પરંતુ તેમની ઇચ્છાશક્તિની પણ દાદ આપી રહ્યા છે. ફોટામાં 23 વર્ષના ફારૂકીની ચારેય તરફ બરફ અને બર્ફીલા પાણીવાળી નદીમાં હાડકંપી જાય એવી ઠંડી હવાઓમાં વેટ લિફ્ટિંગ કરતાં જોવા મળી રહ્યા છે. આવા સખત માહોલમાં કસરત કરવાના કારણે બોડી બિલ્ડર ફારૂકી ઇન્ટરનેટ પર ખૂબ લોકપ્રિય છે.

(3:50 pm IST)