દુનિયામાં 'એમ્સ્ટર્ડમ'વિશ્વનું સૌથી સુખી શહેર હોવાનું તારણ
નવી દિલ્હી: આપણે ત્યાં એક કહેવત છે પહેલુ સુખ તે જાતે નર્યા. અર્થાત જો આપણે સાજા-નરવા હોઈએ તો જો પહેલુ સુખ છે.દુનિયામાં 'એમ્સ્ટર્ડમ' એક એવુ શહેર છે જયાં બધા જ સ્વસ્થ છે અને સુખી પણ છે!સ્વસ્થ જીવન શૈલીને લઈને 44 શહેરોનાં સર્વેમાં આ વિગત બહાર આવી છે.રસપ્રદ બાબત એ છે કે સૌથી અસ્વસ્થ શહેરમાં લંડનનો સમાવેશ થાય છે.લેનસ્ટોરની નવી સ્વસ્થ જીવનશૈલી રિપોર્ટમાં એ નિર્ધારીત કરવા માટે 10 દેશોનાં વૈશ્વિક શહેરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે આ વિશ્લેષણ માં એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે કયું શહેર ખુશ અને સ્વસ્થ જીવન શૈલી માટે સૌથી વધુ અવસર આપે છે. આ સર્વેમાં નેદરલેન્ડનું શહેર એમ્સ્ટર્ડમને સૌથી સુખી અને સ્વસ્થ જીવન શૈલી માટેનું સૌથી સારા શહેરનું છોગુ મળ્યુ હતું.વિશેષજ્ઞોના અનુસાર આ શહેરના લોકો લગભગ દરેક સ્તરે વધારે સુખી અને સ્વસ્થ જોવા મળ્યા હતા. જયારે સામે પક્ષે બ્રિટનના શહેરોનું પ્રદર્શન સારૂ નહોતું રહ્યું. રસપ્રદ બાબત એ હતી કે લંડન આ સર્વેમાં અસ્વસ્થ શહેરોની યાદીમાં સામેલ થયુ હતું.