દેશ-વિદેશ
News of Tuesday, 14th January 2020

પાકિસ્તાન: 28 વર્ષ પછી હિંદુ સમુદાયને મળ્યો સ્મ્શાનનો કબ્જો

નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાનમાં હિન્દૂ સમુદાયના એક સ્મશાનમાં સ્થાનિક પ્રશાસનનો કબ્જો હટાવી દેવામાં આવ્યો છે. સમુદાયને માટે 28વર્ષ સુધી રાહ જોવાની નોબત આવી હતી.પાકિસ્તાની સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સંપત્તિ 1992માં ગેરકાનૂની રૂપથી એક સ્થાનિક વ્યક્તિને આપવામાં આવી હતી.

              હિન્દૂ સમુદાયના સભ્યોએ જણાવ્યું છે કે હંગુ નિવાસી તેમજ ખૈબર પખ્તુનખ્વા વિધાનસભાના પૂર્વ સભ્ય ડો.સિંધાર સિંહે ડેરા ઇસ્માઇલ ખાનના કોટલા સૈદાન વિસ્તારમાં સમશાન સ્થળ નજીક 8 કેનાલ ભૂમિ ખરીદવામાં આવી હતી. આટલા વર્ષના સમય પછી ફરીથી હિંદુઓને તેનો કબ્જો પાછો મળશે

(3:01 pm IST)