આ શખ્સે કર્યો વિચિત્ર દાવો, તેના પાદવાથી મચ્છર મરી જાય છે!
એટલું જ નહીં, ૬ મીટરના અંતર સુધી તેનો ગેસ અસર કરે છે. આના દાયરામાં જે મચ્છર હશે તે બચશે નહીં. આવો તેનો દાવો
લંડન, તા. ૧૩ : યુગાન્ડાના એક શખસે એક એવો દાવો કર્યો છે જે સાંભળવા તમને વિચિત્ર લાગી શકે છે. આ શખસનું કહેવું છે કે, તેના ફાર્ટ એટલે કે પાદવાથી મચ્છર મરી જાય છે!
Joe Rwamirama યુગાન્ડાનો રહેવાસી છે. તેનો દાવો છે કે, તેના ફાર્ટથી મચ્છર મરી જાય છે. એટલું જ નહીં, 6 મીટરના અંતર સુધી તેનો ગેસ અસર કરે છે. આના દાયરામાં જે મચ્છર હશે તે બચશે નહીં. આવો તેનો દાવો છે.
મચ્છર મારવાની દવા બનાવતી એક કંપનીએ પણ તેને હાયર કરી લીધો છે. કંપનીનું માનવું છે કે, તે તેના ફાર્ટથી મચ્છર મારવાની દવા તૈયાર કરશે.
Joe કહે છે કે, ‘હું સામાન્ય માણસોની જેમ જ ખાવાનું ખાઉં છું. રોજ ન્હાવું છે. બસ મારું ફાર્ટ અલગ છે. તે કોઈ મચ્છરને મારી આસપાસ ભટકવા દેતું નથી.’ આસપાસના લોકોએ જણાવ્યું કે, Joe ખૂબ જ ફેમસ છે અને દૂર-દૂર સુધી તેની ચર્ચાઓ થાય છે.