દેશ-વિદેશ
News of Wednesday, 13th November 2019

દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળની કિંમત જાણીને થશે સહુ કોઈને અચરજ: 222 કરોડ રૂપિયામાં થઇ હરાજી

 નવી દિલ્હી:દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળની કિંમત જાહેર થઈ છે અને તે છે 222 કરોડ રૂપિયા. તાજેતરમાં સ્વિત્સરલેન્ડની લક્ઝુરિયસ વોચ નિર્માતા કંપની Patek Philippeની ઘડિયાળને હરાજી દરમિયાન વેચવામાં આવી છે. ઘડિયાળ ૩૧ મિલિયન સ્વિસ ફ્રેંક (આશરે ૨૨૨ કરોડ રૂપિયા)માં વેચાઈ છે. અત્યાર સુધીની દુનિયાની દરેક રિસ્ટવોચમાંથી સૌથી વધારે કિંમત ધરાવતી ઘડિયાળ છે. હરાજી એક ચેરિટી માટે કરવામાં આવી હતી અને આની સંપૂર્ણ રકમ દાનમાં આપવામાં આવી છે.

                                        'ઓન્લી વોચ' નામની ચેરિટી હરાજીનું આયોજન જિનિવામાં કરવામાં આવ્યું હતું. Patek Philippeની ઘડિયાળ Grandmaster Chime 6300A-010ને ખાસ ચેરિટી હરાજી માટે તૈયાર કરવામાં આવી હતી. શનિવારે યોજાયેલી હરાજી ફક્ત પાંચ મિનિટ સુધી ચાલી હતી. લોકોને આશા હતી કે ઘડિયાળ અઢીથી ત્રણ મિલિયન સ્વિસ ફ્રેંકમાં વેચાશે.

(5:54 pm IST)