દેશ-વિદેશ
News of Wednesday, 13th November 2019

ઓએમજી..... આ છે દુનિયાનો સૌથી મોટો અજગર:આ શખ્સના લિવિંગ રૂમની શોભા બની રહે છે

નવી દિલ્હી :સામાન્ય રીતે તમે તમારા ઘરમાં કૂતરા, બિલાડી કે પોપટને પાળો છો પરંતુ અમે આજે જે શખ્સની વાત કરવા જઇ રહ્યા છીએ તેણે એક એવા જાનવરને પાળ્યુ છે કે જેનુ નામ સાંભળીને પણ કોઇપણ ચોંકી જશે. 31 વર્ષનાં માર્કસ હોબ્સ કે જે તેના બે નાના બાળકો અને તેની પત્ની સાથે રહે છે. તેના પરિવારમાં એક સભ્ય પણ છે, જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. માર્કસની સાથે 18 ફૂટ લાંબો બર્મીઝ પાયથોન હેક્સી પણ રહે છે. વિશ્વની સૌથી લાંબી અને મોટી માદા અજગર છે.

                                    અજગર મોટાભાગે ઘરના હોલમાં જોવા મળે છે, ઘરની બહાર ત્યારે આવે છે જ્યારે તેને સ્થાનિક ખેડૂતો દ્વારા સસલુ, મરેલુ હરણ, વાછરડા, બકરીઓ અને ડુક્કર ખાવામાં આપવામાં આવેમાર્કસ આઇટી કર્મચારી છે, તેણે આઠ વર્ષ પહેલાં હેક્સીને જ્યારે એક પાલતુ જાનવરોની દુકાનમાંથી ખરીદી હતી, ત્યારે તેની લંબાઈ માત્ર આઠ ઇંચ હતી.

(5:54 pm IST)