દેશ-વિદેશ
News of Wednesday, 13th November 2019

વાંદરાને નિસરણી ન દેખાડાયઃ ઝુ કીપરનો મોબાઇલ હાથમાં આવતા વાંદરાએ ઓનલાઇન શોપીંગ કરી નાખી !!

બીજીંગઃ એક પ્રાણી સંગ્રહાલયમાં વાંદરાના હાથમાં મોબાઈલ ફોન લાગી ગયો તેનો ફાયદો ઉઠાવીને તે વાંદરાએ તેનાથી ઓનલાઈન શોપિંગ કરી લીધી. તેણે આ કારનામું ત્યારે કર્યુ જયારે મોબાઈલ માલિક અને zookeeper બહાર ગઈ હતી. આ ચોકાવનાર કિસ્સો ચીનના એક પ્રાણી સંગ્રહાલયનો છે જે ૬ નવેમ્બરના રોજ સામે આવ્યો. પ્રાણી સંગ્રહાલયમાં એલવી મેન્ગ મેન્ગના મોબાઈલથી ચીનની પ્રખ્યાત ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી દ્યણી વસ્તુઓ ઓર્ડર કરી જો કે તેના વિશે તેને જાણકારી હતી જ નહીં.

મળતી માહિતી પ્રમાણે પૂર્વી ચીનના જિંગસૂ પ્રાંતમાં યેનચેંગમાં એક પ્રાણી સંગ્રહાલયમાં zookeeper છે. તે અહીં આ વાંદરાઓની દેખરેખ રાખે છે. તેના જણાવ્યાં પ્રમાણે  બુધવારે તેમણે જોયુ કે વાંદરો ખૂબ જ ભુખ્યો હતો. આથી તે તેના માટે ખાવાનું લેવા જતી રહી આ દરમિયાન તે પોતાનો ફોન તે વાંદરા પાસે ભુલી ગઈ. ફોન હાથ લાગતાની સાથે તે વાંદરાએ આ કારનામું કરી દીધુ.

 મેન્ગ મેન્ગ પાછી આવી તો તેમણે જોયુ કે તેના ફોનમાં દ્યણાબધા નોટિફિકેશન આવેલા હતા. આ દરેક ઓનલાઈન શોપિંગ સાઈટ તરફથી આવેલા હતા. તેમાં દરેક ઓર્ડર પ્લેસ કરી દીધા હતા. તેણે વિચાર્યું કે કોઈએ તેની સાથે મજાક કરી છે. ત્યાર બાદ તેણે સીસીટીવી ફોટો ચેક કર્યા. જેમાં તેમણે વાંદરાના ફોનનો ઉપયોગ કરતા જોયો. એટલુ જ નહીં તે વારે વારે સ્ક્રિનને ટચ કરી રહ્યોં હતો. ત્યાર બાદ તેને આખી દ્યટના સમજાઈ ગઈ.

(3:55 pm IST)